ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ઍન્ટ્રી, કયા જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કઈ તારીખથી પડશે અતિભારે વરસાદ, કયા જિલ્લામાં ઍલર્ટ
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ઍન્ટ્રી, કયા જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
ગુજરાતમાં વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, ન્યૂ દિલ્હી

એક બે દિવસમાં ગુજરાતમાં વરસાદમાં વધારો થવાનો શરૂ થશે. 19થી લઈને 21 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી હવામાનવિભાગે આગાહી કરી છે.

હવામાનવિભાગ અનુસાર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં સોમવારથી જ વરસાદનો વિસ્તાર વધી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ભાવનગર, અમરેલી જિલ્લામાં જે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી તે હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વધી રહ્યો છે.

હવામાનવિભાગનું કહેવું છે કે 24 કલાકની અંદર એટલે કે બુધવાર સુધીમાં બંગાળની ખાડીમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાશે. એ ફરીથી મજબૂત બનશે અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થશે અને ફરી તે મધ્ય ભારત તરફ આગળ વધવાની સંભાવના છે. અને તે વધારે મજબૂત બનશે તો ગુજરાત તરફ આવાની શક્યતા રહેશે.

ઉત્તર બાજુ જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન તરફ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. બીજી બાજુ સામવારે જે છત્તીસગઢ ઉપર જે લૉ-પ્રેશર હતું એ સાયક્લૉનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે સિસ્ટમ નબળી પડી ગઈ છે.

ગુજરાતની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ મંગળવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જેમકે ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે.

બુધવારથી આ જ વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જ્યારે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદના વિસ્તારોમાં વરસાદ વધશે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં પણ આવનારા બે ત્રણ દિવસમાં વરસાદ વધે તેવી શક્યતા છે. પરંતુ કચ્છના રણ વિસ્તારમાં કદાચ એકાદ બે દિવસમાં વરસાદ પહોંચે તેવી શક્યતા થોડી ઓછી છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી