એ દેશ જ્યાં મહિલાઓ બાળકને જન્મ આપવા નથી ઇચ્છતી
એ દેશ જ્યાં મહિલાઓ બાળકને જન્મ આપવા નથી ઇચ્છતી
"મારે ધણીવાર બાટલા ચડાવવા પડે છે જેથી કરીને હું રજાઓ પછી નોકરીએ જઈ શકું તેના માટે મને શક્તિ મળે."
આ શબ્દો દક્ષિણ કોરિયાનાં યેજીનના છે.
દક્ષિણ કોરિયાના લોકોમાં એકલા રહેવાનું ચલણ પણ વધી રહ્યું છે. અહીં લોકોને નોકરીમાંથી એટલો સમય મળતો નથી કે તેઓ બાળકને ઉછેરી શકે.
કામના લાંબા કલાકોને લીધે અહીં મહિલાઓને કારકિર્દી કે બાળકમાંથી કોઈ એકની પસંદગી કરવાનું દબાણ રહે છે.
અહીંનો જન્મદર પણ ઝડપથી ઘટી રહ્યો છે.
દક્ષિણ કોરિયાની મહિલાઓ કેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે? તેમની સામે કેટલા મોટા પડકારો છે?




