રાજસ્થાન: આ છોકરીની બૉલિંગના વાઇરલ વીડિયોએ 'ક્રિકેટના ભગવાન'ને પણ પ્રભાવિત કર્યા
રાજસ્થાન: આ છોકરીની બૉલિંગના વાઇરલ વીડિયોએ 'ક્રિકેટના ભગવાન'ને પણ પ્રભાવિત કર્યા
ભારતમાં ક્રિકેટને ધર્મ જેટલો દરજ્જો મળેલો છે અને સચીન તેંડુલકરને 'ક્રિકેટના ભગવાન' માનવામાં આવે છે.
તેમણે રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં રહેતાં સુશીલા મીણાનો વીડિયો ટ્વિટ કર્યો હતો અને તેમણે અન્ય એક ફાસ્ટ બૉલરની ઝલક તેનાંમાં દેખાતી હોવાની વાત કહી.
નિવૃત્ત ફાસ્ટ બૉલરે પણ સચીન તેંડુલરના વાતને સમર્થન આપ્યું હતું. ન કેવળ સુશીલા, પરંતુ આ ગામની અન્ય છોકરીનો પણ વીડિયો વાઇરલ થયો હતો.
આ કિશોરી ખૂબ જ ટાંચાં સાધનો અને નબળી પારિવારિક પૃષ્ઠભૂમિ વચ્ચે પણ ક્રિકેટ પ્રત્યે કટિબદ્ધ છે. તેમની સામે અનેક પડકારો રહેલા છે.
જોકે, હવે તેમનો સમય બદલાશે, એમ લાગી રહ્યું છે, કેવી રીતે, તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



