ગુજરાતના આ ગામમાં 40 વર્ષ પછી એવું શું થયું કે લોકોએ ઢોલ-નગારાં વગાડી ઉજવણી કરી?

વીડિયો કૅપ્શન, ગુજરાતનાં આ ગામમાં 40 વર્ષ પછી એવું શું થયું કે લોકોએ ઢોલ નગારા વગાડી ઉજવણી કરી?
ગુજરાતના આ ગામમાં 40 વર્ષ પછી એવું શું થયું કે લોકોએ ઢોલ-નગારાં વગાડી ઉજવણી કરી?

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલાં વીસેક ગામોમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી પાણીનાં તળ ઊંડાં ને ઊંડાં જઈ રહ્યાં હતાં.

સ્થાનિકોની રજૂઆત બાદ સરકારે ઉકાઈના પાણીને લિફ્ટ કરીને અહીં પહોંચાડવાની યોજના બનાવવામાં આવી હતી.

લગભગ ચાર દાયકા પછી એપ્રિલ મહિનામાં નદી, નાળાં, તળાવો અને ચેકડૅમો ઉકાઈનાં પાણીથી ઉભરાયાં, ત્યારે લોકોએ ઢોલ-નગારાં અને મંજીરાંના તાલે પારંપરિક રીતે ઉજવણી કરી.

જોકે, હજુ અનેક ગામો આ હરખથી વંચિત રહી ગયાં છે.

આ ગામોની વર્ષો જૂની સમસ્યા તથા નવાં નીરનાં વધામણાં કરવા પહોંચેલા લોકોના હરખ વિશે જાણો આ વીડિયોમાં.

તાપી, સોનગઢ જિલ્લાના 20 ગામમાં ઉકાઈ ડેમનું પાણી, ઉનાળામાં પાણી આવતાં લોકોમાં હરખ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન