ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધવાની શક્યતા કેટલી છે?
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધવાની શક્યતા કેટલી છે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં બનેલી ડિપ્રેશન સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, પરંતુ તે ગુજરાત તરફ નહીં આવે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબ તરફ આગળ વધશે જેના કારણે તે વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ઉતરોઉતર ઘટશે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે, પરંતુ કોઈ મોટો વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



