ગુજરાતમાં નવી સિસ્ટમ આગામી દિવસોમાં ગરમી વધારશે કે રાહત અપાવશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના ક્યા વિસ્તારોમાં ગરમી વધશે એ જાણવા માટે જુઓ આ વીડિયો
ગુજરાતમાં નવી સિસ્ટમ આગામી દિવસોમાં ગરમી વધારશે કે રાહત અપાવશે?

ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમી ખૂબ વધવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં બરફ પડ્યો હતો.

બરફને કારણે પવનો ઉત્તર ભારતથી સીધા આવ્યા હતા, જેને પરિણામે ગરમીની વચ્ચે ઠંડા પવનો અનુભવાયા હતા.

હવે આ ઠંડા પવનોમાં બદલાવ આવવાનો છે, કારણ કે એક સિસ્ટમ ઉત્તર ભારતમાં અસર કરવાની છે. આ સિસ્ટમને કારણે પવનો પહેલા સીધી દિશામાંથી આવતા હતા એને બદલે તેની દિશામાં ફેરફાર થશે.

આ ફેરફારને લીધે તાપમાનમાં વધારો નોંધાશે અને કચ્છ ભુજ, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલીના વિસ્તારો અને અમદાવાદ, ગાંધીનગર, પાટણના વિસ્તારોમાં ગરમી વધી શકે છે. આ વિસ્તારોમાં 38 ડિગ્રીથી વધુ ગરમી પડી શકે છે.

જ્યારે સામા પક્ષે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ઓછી પડશે પરંતુ એને બદલે ગરમ અને ભેજવાળુ વાતાવરણ થશે, જેને કારણે સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાશે.

ગુજરાત હવામાન, ઉનાળો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.