ચાની સાથે લોકગીતોની લિજ્જત પીરસતાં દાદીમા
ચાની સાથે લોકગીતોની લિજ્જત પીરસતાં દાદીમા

ચા પીવાનો અને ગીત-સંગીત સાંભળવાનો પણ કોઈ સમય નથી હોતો. બસ તમને ઇચ્છા થાય ત્યારે ચા પીવો અને મન થાય ત્યારે સંગીત સાંભળો. પણ આ બન્ને એક સાથે મળે તો...
પંજાબના આ દાદીમા ક્રિશ્ના 70 વર્ષની વયે પણ સ્વાશ્રય અને સ્વમાનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેઓ આ ઉંમરે પણ પોતાનું ગુજરાન ચલાવવાં ચાની દુકાન – ‘બેબે ટી સ્ટૉલ’ ચલાવે છે.
પંજાબીમાં દાદીમાં અને વડીલ મહિલાઓને ‘બેબે’ કહીને સંબોધવામાં આવે છે.
એમના આ ટી-સ્ટૉલની ખાસિયત એ છે કે અહીં ચા પીવા આવતા લોકોને ચાની સાથે સાથે ક્રિશ્ના બેબે દ્વારા ચા બનાવતી વખતે ગવાતાં ગીતોની પણ લિજ્જત માણવા મળે છે.
જેમ ચા પીવાથી તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય છે એમ બેબેનાં ગીતો સાંભળવાથી પણ વિશેષ સંદેશો મળે છે.
જુઓ ચા જેવા સદાબહાર પીણાંને વધુ બનાવતાં આ દાદીમાની અનોખી કહાણી





