બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ વિજેતા શીતલ દેવીની કહાણી, 'ગામના લોકો મારાં માતા-પિતાને ટોણા મારતા'

વીડિયો કૅપ્શન, Sheetal Devi: 'લોકો કહેતાં કે તમારા ઘરે આવી છોકરીનો જન્મ થયો' શીતલ દેવીને ઇમર્જિંગ પ્લૅયરનો ઍવૉર્ડ
બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ વિજેતા શીતલ દેવીની કહાણી, 'ગામના લોકો મારાં માતા-પિતાને ટોણા મારતા'

શીતલ દેવી એવા ભારતીય તીરંદાજ છે જેમને બંને હાથ નથી. તેમણે 2024ના પૅરાલિમ્પિકમાં તીરંદાજી બદલ મેડલ જીત્યો હતો.

શીતલ દેવી જન્મજાત ફોકોમેલિયા નામની દુર્લભ બીમારી ધરાવે છે, જેના કારણે તેમને શારીરિક ખામી થઈ હતી.

શીતલ દેવી વિશ્વનાં બહુ ઓછાં મહિલા તીરંદાજોમાં એક છે, જેઓ હાથ વગર સ્પર્ધામાં ભાગ લે છે. શીતલનો જન્મ ઉત્તર ભારતમાં હિમાલયની તળેટીમાં આવેલા એક નાનકડા ગામમાં થયો હતો અને તેઓ ઉપહાસ અને બૉડી શેમિંગ સામે લડીને ચૅમ્પિયન તરીકે ઊભરી આવ્યાં છે. બીબીસી દ્વારા તેમને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યાં છે

રિપૉર્ટર - ઈશાદ્રિતા લાહિરી

કૅમેરા/ઍડિટિંગ - ડેનિશ સિદ્દીકી, દેબાલિન રૉય

શીતલ દેવી, પૅરા ઍથ્લીટ, પૅરાલિમ્પિક, ISWOTY, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, તીરંદાજી, આર્ચરી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.