ડેલ સ્ટેઇન જેવી બૉલિંગ ઍક્શનને કારણે ચર્ચામાં આવેલી આઠ વર્ષની છોકરી કોણ છે?
ડેલ સ્ટેઇન જેવી બૉલિંગ ઍક્શનને કારણે ચર્ચામાં આવેલી આઠ વર્ષની છોકરી કોણ છે?
આઇના વઝીર તેમની આ બૉલિંગ ઍક્શનને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. તેમની બૉલિંગ ઍક્શન દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલર ડેલ સ્ટેઇન સાથે મળતી આવે છે.
માત્ર આઠ વર્ષનાં આઇના વઝીર પાકિસ્તાનના વઝિરિસ્તાન પ્રાંતમાં રહે છે અને તેમની બૉલિંગ સ્ટાઇલની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.
વીડિયો વાઇરલ થયા બાદ પાકિસ્તાનની ઘરેલુ ક્રિકેટ લીગમાં રમતી ટીમ પેશાવર ઝાલ્મીએ આઇના વઝીરને વિમૅન લીગમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.
આઇનાની એક ફરિયાદ છે, જે તેણે સરકાર સમક્ષ કરી છે. શું છે આ વાત અને કોણ છે આઇના વઝીર, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Manzoor Khan
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



