You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંખે દેખાતું ન હોવા છતાં રેસ જીતનાર મહિલા દોડવીરની કહાણી
જ્યારે તમે જોઈ ન શકતા હોવ ત્યારે કેવી રીતે ટ્રૅક પર દોડી શકાય? તેનો જવાબ છે ગાઇડ રનર, જેઓ દૃષ્ટિહીન સ્પર્ધકો માટે માર્ગ મોકળો કરી આપે છે.
રમતમાં જીતવા માટે તેમને હંમેશાં એક સમર્પિત માર્ગદર્શક દોડવીરની જરૂર રહે છે. એક એવો રમતવીર કે જે તેમની ગતિ, લય અને શૈલી સાથે મેળ ખાતો હોય.
ભારતીય મહિલા દૃષ્ટિહીન રમતવીરોએ પેરિસ 2024 સુધી યોજાયેલા એક પણ પૅરાલિમ્પિક્સમાં ક્યારેય મેડલ જીત્યો ન હતો. આ પૅરાલિમ્પિકમાં રક્ષિતા રાજુ અને સિમરન શર્મા 1500 મીટર અને 100 મીટર, 200 મીટરમાં દોડવા માટે ક્વૉલિફાઇ થયાં હતાં.
તેમની સાથે તેમના માર્ગદર્શક દોડવીરો પણ હતા. એક એવા દેશમાં જ્યાં માર્ગદર્શક દોડવીરો અંગેની જાગૃતિ અથવા સમજ ઓછી છે. આ અછત દૃષ્ટિહીન પૅરાઍથ્લીટ્સ સામેની સૌથી મોટા અવરોધોમાંની એક છે.
આ કારણે ઘણા લોકો રમત છોડી દે છે. એવા સમયમાં સિમરન અને તેના માર્ગદર્શક દોડવીર અભયે ઑલિમ્પિક મેડલ જીત્યો. આ એક માઇલસ્ટૉન હતો.
આ સ્ટોરીમાં આપણે અભય જેવા દૃષ્ટિહીન દોડવીરોનાં માર્ગદર્શક દોડવીરો વિશે જાણીએ કે તેઓ કઈ રીતે આ કામ કરે છે? આ લોકો માટે કયાં સંસાધનો ઉપલબ્ધ છે અને વધુ શું કરવાની જરૂર છે?
રિપોર્ટર - દિવ્યા આર્ય
કૅમેરા-ઍડિટિંગ – પ્રેમાનંદ ભૂમિનાથન
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન