અફઘાનિસ્તાન: 'અમે બોલી શકતાં નથી, તો શા માટે જીવીએ', નવા કાયદા અંગે મહિલાઓની ચિંતા
અફઘાનિસ્તાન: 'અમે બોલી શકતાં નથી, તો શા માટે જીવીએ', નવા કાયદા અંગે મહિલાઓની ચિંતા
અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર નિયંત્રણ લાદતા કેટલાક કાયદા પસાર કરવામાં આવ્યા છે. જે મુજબ મહિલાઓ બહાર નીકળે એટલે તેમણે ચહેરો અને શરીર ઢાંકવાં ફરજિયાત છે અને તેમનો અવાજ કોઈને સંભળાવો ન જોઈએ.
ગત વર્ષ સુધી મહિલાઓએ ધરાતલ પર પ્રતિબંધોનો વિરોધ કર્યો, પરંતુ તેમનો અવાજ દબાવી ન દેવાયો ત્યાં સુધી તાલિબાનોએ દમનચક્ર ચલાવ્યું અને વિરોધને ડામી દેવાયો.
હવે મહિલાઓ ગીતોના વીડિયો ઑનલાઇન પોસ્ટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરે છે.
જોકે તાલિબાનનું કહેવું છે કે તેમના દ્વારા જે કોઈ કાયદા પસાર કરવામાં આવ્યા છે, તે શરિયત મુજબ છે અને જો કોઈ પણ વિદ્વાન ઇચ્છે તો તેની સમીક્ષા કરી શકે છે.
આ કાયદાને લાગુ કર્યે લાંબો સમય નથી થયો એટલે કેટલી કડકાઈથી તેનો અમલ થશે તે સ્પષ્ટ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



