'કોઈ પિંકી કહે, તો કોઈ ગુલાબો', સુરતમાં રીક્ષા ચલાવતાં મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, 'કોઈ પિંકી કહે તો કોઈ ગુલાબો', સુરતમાં રિક્ષા ચલાવતાં મહિલાઓની કહાણી
'કોઈ પિંકી કહે, તો કોઈ ગુલાબો', સુરતમાં રીક્ષા ચલાવતાં મહિલાઓની કહાણી

તા. આઠમી માર્ચ. કૅલેન્ડર ઉપરના આ દિવસને 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓના સશક્તિકરણ અંગેના મૅસેજ 'ફૉરવર્ડ' થતાં રહે છે અને પ્રેરણાત્મક વાતો થાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી સોસાયટીમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે અને તેમને સન્માન મળતું થયું છે. સમાજના પિરામિડમાં ઉપર પહોંચેલી મહિલાઓને તો માનસન્માન મળે છે, પરંતુ શું દરેક વર્ગની મહિલાઓ માટે આ વાત સાચી છે?

સુરતમાં રીક્ષાચાલક તરીકે કામ કરતાં આવાં જ કેટલાંક મહિલાઓ સાથે અમે વાત કરી અને તેમની સાથે કેવો વ્યવહાર થાય, તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જાણો, તેઓ શું કહે છે.

સુરત, મહિલા રીક્ષાચાલક, મહિલા સશક્તિકરણ, બીબીસી ગુજરાતી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન