રાજકોટ: ટીઆરપી ગેમ ઝોનની આગમાંથી અનેક લોકોને બચાવી લેનાર યુવાને શું કહ્યું?

વીડિયો કૅપ્શન,
રાજકોટ: ટીઆરપી ગેમ ઝોનની આગમાંથી અનેક લોકોને બચાવી લેનાર યુવાને શું કહ્યું?

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગને કારણે મૃત્યુઆંક વધીને 27 થયો છે. હજુ એક વ્યક્તિ લાપતા માનવામાં આવે છે. મૃતકો 27 પૈકી નવ બાળકો હોવાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાત સરકારે આગનાં કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે.

રાજકોટના મહેશભાઈ ચાવાળા જે ડાયાભાઈ તરીકે જાણીતા છે, તેઓ આગ લાગી ત્યારે ગેમ ઝોનની બાજુમાં ચા આપવા માટે ગયા હતા.

તેમણે ત્યાં આગના ધુમાડા જોયા પછી તેઓ અંદર ગયા હતા અને લોકોને બચાવવાની કોશિશ કરી હતી.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીત મહેશભાઈએ તે વખતે કેવી પરિસ્થિતિ હતી એ વિશે શું કહ્યુ? જાણો આ વીડિયો અહેવાલમાં....

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લોકોનો જીવ બચાવનાર યુવાન