યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં, યુવકના પરિવારનો બહિષ્કાર

વીડિયો કૅપ્શન, Arvalli : યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા, યુવકના પરિવારનો બહિષ્કાર
યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં, યુવકના પરિવારનો બહિષ્કાર

મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભૂતાવડ ગામના અને છેલ્લા 35 વર્ષથી અમદવાદમાં સ્થાયી થયેલા સચીન નામના યુવકને તેમના જ ગામની અન્ય જ્ઞાતિની યુવતી સાથે સાથે પ્રેમ થતા બન્નેએ થોડા દિવસો પહેલાં કોર્ટ મેરેજ કરી લીધાં.

લગ્નની જાણ થતા જ યુવતીના પરિવારજનો અને જ્ઞાતિના લોકોએ આ લગ્નનો વિરોધ કર્યો હતો.

ભૂતાવડ ગામમાં યુવકની જ્ઞાતિના 17 પરિવારો રહે છે જેમાંથી તેમના કાકા પણ સામેલ છે.

આ લોકોનો આક્ષેપ છે કે યુવતીની જ્ઞાતિના લોકો કથિત રીતે તેમને હેરાન કરે છે અને તેમનો બહિષ્કાર પણ કર્યો છે.

બીબીસી
બીબીસી