રાજકોટ: મશાલ રાસની ખાસિયત શું છે, તેની તૈયારીઓ કેટલી ખાસ હોય છે?

વીડિયો કૅપ્શન, Rajkot : મશાલ રાસની ખાસિયત શું છે, તેની તૈયારીઓ કેટલી ખાસ હોય છે?
રાજકોટ: મશાલ રાસની ખાસિયત શું છે, તેની તૈયારીઓ કેટલી ખાસ હોય છે?

માથે સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ લઈને આ બાળાઓ પારંપરિક ગરબા રમી રહી છે. જેને મશાલ રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજકોટના મવડી ચોકમાં આ મશાલ રાસનું ગરબાનું આયોજન થાય છે.

એક ગ્રુપમાં ૬ બાળાઓ સાથે મળીને આ રાસ રમે છે જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે.

છેલ્લા સત્તર વર્ષથી બજરંગ ગરબી મંડળ આ રાસનું આયોજન કરે છે.

રાસ રમ્યા પહેલાં બાળાઓ મશાલ અને ઇંઢોણી ચિવટતાથી તૈયાર કરે છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

મશાલ રાસ રમતી બાળાઓનું કહેવુ છે કે તેઓ રાસ રમ્યા પહેલાં ખૂબ પ્રેક્ટિસ કરે છે.

રાજકોટ: મશાલ રાસની ખાસિયત શું છે, તેની તૈયારીઓ કેટલી ખાસ હોય છે?
ઇમેજ કૅપ્શન, રાજકોટ: મશાલ રાસની ખાસિયત શું છે, તેની તૈયારીઓ કેટલી ખાસ હોય છે?

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.