You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતું દંપતી આધારકાર્ડના કામ માટે ગયું હતું પરંતુ તારીખ 12 જૂનના રોજ બનેલી અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ આ દંપતીની કોઈ ભાળ મળી રહી નથી.
આ દંપતીને બે સંતાનો પણ છે. જે હાલ એમનાં દાદા-દાદી પાસે રહે છે.
મૃતકના પરિવારે આ અંગે પોલીસમાં અરજી આપી છે. ડીએનએ કામગીરી પૂર્ણ થયા બાદ જાણકારી આપવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પરિવારજનોના કહેવા પ્રમાણે અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું એ સ્થળની પાસેથી સળગેલી હાલતમાં સ્કૂટર અને બળેલા આધારકાર્ડની કૉપી મળી આવી છે.
પરિવારજનોએ માત્ર પ્લેનમાં માર્યા ગયેલા લોકો તરફ જ ધ્યાન અપાતું હોવાનો અને પ્લેન ક્રૅશની આસપાસનાં સ્થળે મૃત્યુ પામેલાં અન્ય મૃતકોના પરિવારજનોને અવગણવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટનાની વિગતમાં જાણકારી આપતો વીડિયો જુઓ.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન