મચ્છુ ડૅમ હોનારત જેવી તબાહી લિબિયામાં જોવા મળી, બે ડૅમ તૂટતાં આખું શહેર તબાહ

વીડિયો કૅપ્શન, મચ્છુ ડૅમ હોનારત જેવી તબાહી લિબિયામાં જોવા મળી, બે ડૅમ તૂટતાં આખું શહેર તબાહ
મચ્છુ ડૅમ હોનારત જેવી તબાહી લિબિયામાં જોવા મળી, બે ડૅમ તૂટતાં આખું શહેર તબાહ

લિબિયામાં મોરબી કરતાં વધુ ભયાનક હોનારત સર્જાઈ છે.

મોરબીમાં તો મચ્છુ નદી પરનો એક જ ડૅમ તૂટ્યો હતો પરંતુ અહીં બબ્બે ડૅમ તૂટ્યા છે.

મોરબીની જેમ જ લિબિયાનું દેરના શહેર તબાહ થઈ ગયું છે, સેંકડો લોકો તણાઈ ગયા છે.

આ ભયંકર દુર્ઘટના માટે ત્રણ ઘટના જવાબદાર મનાઈ રહી છે.

પહેલું ડેનિયલ વાવાઝોડું. આ વાવાઝોડું ગ્રીસ પાસે બન્યું હતું અને તેણે લિબિયામાં ભારે વિનાશ વેર્યો.

આ વાવાઝોડાને કારણે 24 કલાકમાં 18 મહિનાનો વરસાદ અહીં પડ્યો.

બીજું બે ડૅમ અને ચાર પૂલ તૂટ્યાં. દેરના નદી પરના બે ડૅમ તૂટી પડવાને કારણે ભયંકર તબાહી મચી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન