સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ

સુરતમાં આ વ્યક્તિએ ઘરની અંદર જ ઊભું કર્યું જંગલ,ઘરમાં જ ઊગાડ્યા છે 900 ઝાડ

સુરતનું આ ઘર કૉંક્રિટના શહેરમાં નાના જંગલ જેવું છે.

સુરતના પાલ ગામમાં પ્રકૃતિ પ્રેમી ચિરાગ પટેલે પોતાના 360 વારના ધરમાં 900 જેટલા વૃક્ષ, છોડ ઉગાડી ઘરની અંદર નાનકડું મીની જંગલ બનાવી દીધું છે.

આ ઘરમાં પ્રવેશતાની સાથે જ આધુનિકતા અને પ્રકૃતિનો સુંદર સમન્વય જોવા મળે.

આ ફૂલ ઝાડની માવજત કરવા અને વૃક્ષના કારણે ઘરને નુકસાન ન થાય તે માટે વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું છે.

વૃક્ષોને પાણી માટે ઓટોમેટીક ફુવારા સહિતની અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચિરાગભાઈનું કહેવું છે કે ઘરની અંદર આ રીતની વ્યવસ્થા કરવા માટે આશરે એક કરોડનો ખર્ચ થયો છે.

પરંતુ તેમને આવું ઘર બનાવવાની પ્રેરણા કઈ રીતે મળી?

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.