એક જ ઓરડામાં રહેતાં હિન્દુ-મુસલમાનોની દોસ્તીની કહાણી
એક જ ઓરડામાં રહેતાં હિન્દુ-મુસલમાનોની દોસ્તીની કહાણી
કાવ્યા કહે છે કે નૂર ફાતિમા ખાન સાથે મિત્રતા એટલે જલદી થઈ ગઈ કેમ કે બંનેનો ખોરાક એક છે. બંને નૉન-વેજ ખાય છે. કાવ્યા કહે છે કે, "જ્યારે ખોરાક અને સંગીતની પસંદ એક હોય તો સંબંધ જાળવવો સરળ બની જાય છે."
શાહિદ જણાવે છે કે, તે આ જ રૂમમાં નમાઝ પઢે છે અને મનીષ પૂજા કરે છે. શાહિદ કુરાન અને સરસ્વતી દેવીની મૂર્તિ જોઈને કહે છે કે, "સર, ભારત તો આવું જ હોવું જોઈએને?"
આવી અનેક કહાણીઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના કૅમ્પસમાં જોવા મળે છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ સહાધ્યાયીઓ એક જ રૂમમાં રહે છે.
ભારતમાં ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિના કારણે તેમની મિત્રતા પર અવિશ્વાસનાં વાદળો છવાઈ ગયા, પરંતુ તેમણે આટલી નાની ઉંમરે પણ તેમના એક સરખાં રંગને ઝાંખા નથી થવા દીધા.
વધુ જુઓ વીડિયોમાં...




