આ દેશમાં પોલીસ અને ગુનેગારો કેવી રીતે સમલૈંગિક લોકોને ઑનલાઇન નિશાન બનાવી રહ્યા છે?

આ દેશમાં પોલીસ અને ગુનેગારો કેવી રીતે સમલૈંગિક લોકોને ઑનલાઇન નિશાન બનાવી રહ્યા છે?

ઇજિપ્તમાં સમલૈંગિકતા સમાજમાં મોટા કલંકના રૂપમાં જોવામાં આવે છે.

લાંબા સમયથી અહીંયાની પોલીસ પર ઇન્ટરનેટ પર એલજીબીટી સમુદાયના લોકોને નિશાન બનાવતી હોવાના આરોપ લાગી રહ્યા છે.

બીબીસી ન્યૂઝે એવા પુરાવા જોયા છે કે કેવી રીતે અધિકારીઓ આ સમુદાયના લોકોને નિશાન બનાવવા માટે ડેટિંગ અને સોશિયલ ઍપનો સહારો લઈ રહ્યા છે.

ઇજિપ્તમાં બાળપણ વિતાવ્યું હોવાને કારણે મને ખબર છે કે અહીંયા સમાજના દરેક ભાગમાં હોમોફોબિયા કેવી રીતે સમાયેલું છે.

પરંતુ અમારા મિત્રો કહે છે કે હાલના દિવસોમાં માહોલ વધુ બગડી ગયો છે. સાથે જ એલજીબીટી સમુદાયના લોકો વિશે જાણકારી મેળવવા માટે નવી રીતે અપનાવાઈ રહી છે.

આ મામલાની તપાસ કરતો બીબીસીનો ખાસ અહેવાલ જુઓ