'મારી દીકરી મને પપ્પા કહીને બોલાવે છે' પુરુષમાંથી સ્ત્રી બનનારા ગુજરાતનાં અધિકારીની કહાણી
ડભોઈના સિનોરમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતાં બીજલ મહેતા મૂળે પોરબંદરનાં છે. તેઓ સર્જરી કરાવીને ટ્રાન્સવુમન થયાં છે.
અત્યારે સ્ત્રી તરીકે પોતાના જીવનથી સંતષ્ટ અને ખુશ છે, પરંતુ તેમણે પારિવારિક, સાંસારિક, સામાજિક અને આર્થિક પડકારોમાંથી પસાર થવું પડ્યું હતું.
પ્રાથમિક શાળાના એક કાર્યક્રમ દરમિયાન બીજલ પોતાનાં આંતરિક વ્યક્તિત્વ વિશે સભાન બન્યાં હતાં. ઉંમરની સાથે તેમનાં મનમાં અનેક સવાલ અને મૂંઝવણ ઊભાં થયાં હતાં, પરંતુ કોઈની સમક્ષ હૈયું ઠાલવી શકે તેમ ન હતાં કે સવાલ પૂછી શકે તેમ ન હતાં.
આ બધાંની વચ્ચે બીજલનું લગ્ન થયું અને તેઓ પિતા પણ બન્યા, છતાં આંતરિક વિમાસણ યથાવત્ રહેવા પામી હતી.
કોઈ યુવક કે યુવતી વિજાતીય અનુભૂતિ કરતા હોય અને સેક્સ ચેન્જ કરાવવા માગતા હોય તો સમાજ તેને સ્વીકારશે કે કેમ એ સવાલ તેમને પજવે છે.
બીજલ જ્યારે નીલેશ એટલે કે પુરુષ હતા, ત્યારે તેમનાં બે વખત લગ્ન અને પછી છૂટાછેડા પણ થઈ ગયાં હતાં.
જુઓ, બીજલની કહાણી...




