અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાંથી ભાગી નીકળેલાં મહિલા પાઇલટ હવે શું કરે છે?

અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાંથી ભાગી નીકળેલાં મહિલા પાઇલટ હવે શું કરે છે?

મોહદેસે મિર્ઝાઈએ 2020માં અફઘાનિસ્તાનમાં પ્રથમ મહિલા કમર્શિયલ એરલાઈન પાઈલટ બન્યા હતા, ત્યારે ઇતિહાસ રચ્યો હતો.

પરંતુ એક વર્ષ પછી જ્યારે અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનની ધરતી છોડી જતા રહ્યાં, ત્યારે તેમણે તાલિબાની સત્તાથી ભાગવું પડ્યું હતું

જ્યારે રાજધાની કાબુલ પર તાલિબાને કબજો કર્યો હતો, ત્યારે તેમણે 15 ઓગસ્ટ 2021ના રોજ કારકિર્દી ગુમાવવાના શોકમાં અને પરિવારને બચાવવા માટે અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

પરંતુ કાબુલથી વિદાય થયાના 12 મહિનાની અંદર તેઓ ફરી એકવાર પ્રોફેશનલ પાઇલટ બન્યાં અને યુરોપમાં નવું જીવન વિતાવી રહ્યાં છે.

જુઓ તેમની પ્રેરણાત્મક કહાણી....