'ભેંસો અને ધાન બંને તણાઈ ગયાં, શું ખાઈએ?', સુઈગામમાં કેડ સમાં પાણી વચ્ચે લોકો કેવી રીતે જીવે છે?
'ભેંસો અને ધાન બંને તણાઈ ગયાં, શું ખાઈએ?', સુઈગામમાં કેડ સમાં પાણી વચ્ચે લોકો કેવી રીતે જીવે છે?
"ભેંસો ખોવાઈ ગઈ, કંઈ બોલવાનું સૂઝતું નથી..." વાત કરતાં કરતાં ગામલોકો ગળગળા થઈ જાય છે.
બનાસકાંઠાના સુઈગામના ભરડવા ગામની આ હાલત છે.
ગામલોકોના ઘરમાંથી બધી જ વસ્તુઓ સાફ થઈ ગઈ છે. ચાર દિવસ કરતાં પણ વધુ સમયથી અહીં પાણી ભરાયેલું છે.
માત્ર ઘરવખરી જ નહીં, સેંકડો પશુઓ પણ તણાઈ ગયાં છે.
લોકોને ડર છે કે હવે તેમનાં મકાનો પણ ભાંગી પડશે. અનેક લોકો રસ્તા પર જીવન વિતાવી રહ્યા છે.
જુઓ તેમની વ્યથા આ વીડિયોમાં...
રિપોર્ટ: રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



