BBC ISWOTY: દૃષ્ટિહીન દીકરીઓ કેવી રીતે 'બ્રેઇલ ચેસ'ની દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહી છે?
અમદાવાદનાં હિમાંશી રાઠી અને સતારાનાં સંસ્કૃતિ મોરેને કશું દેખાતું નથી અને તેઓ બંને ચેસમાં નામ રોશન કરી રહ્યાં છે.
હિમાંશીએ 12મા ધોરણમાં દૃષ્ટિ ગુમાવી હતી અને સંસ્કૃતિને તો જન્મથી જ કશું દેખાતું નથી.
‘બ્રેઇલ ચેસ’ તરીકે ઓળખાતા દૃષ્ટિહીન માટેના ચેસમાં સામાન્ય નિયમો સરખા જ હોય છે. પરંતુ તેમાં જે બૉર્ડ અને કૂકરીઓ વપરાય છે તે થોડાં જુદાં હોય છે.
2023માં હિમાંશીએ ઍશિયન પેરા ગેમ્સમાં બ્રેઇલ ચેસમાં વ્યક્તિગત કાંસ્ય પદક જીત્યો હતો. તેમણે અને સંસ્કૃતિએ, વૃતિ જૈને સાથે મળીને, ભારત માટે મહિલાઓની ટીમ ઇવેન્ટમાં પણ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
દેશમાં બ્રેઇલ ચેસ વિશે હજુ ખૂબ ઓછા લોકો જાણે છે. આવી પરિસ્થિતિમાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
જુઓ તેમની પ્રેરણાત્મક કહાણી આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, AICFB.IN
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઇવેન્ટ આ વર્ષે ફરીથી આવી રહી છે. જે ભારતનાં મહિલા સ્પૉર્ટ્સ ખેલાડીઓની વૈશ્વિક સિદ્ધિઓને બિરદાવે છે.
આ ઇવેન્ટને BBC Gujaratiના તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નિહાળી શકશો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



