નવસારી : આ ઉમેદવાર મચ્છરદાની લઈને ફૉર્મ ભરવા કેમ પહોંચ્યા?
નવસારી : આ ઉમેદવાર મચ્છરદાની લઈને ફૉર્મ ભરવા કેમ પહોંચ્યા?
માથે મચ્છરદાની અને હાથમાં પાણીની બોટલ, આ છે નવસારી મહાનગર પાલિકાની ચૂંટણી માટે વૉર્ડ નંબર છમાંથી કૉંગ્રેસના ઉમેદવાર પિયૂષ ઢીમ્મર.
આ જ સ્થિતિમાં તેઓ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા.
તેમનો આરોપ છે કે શહેરમાં પાણી દુર્ગંધયુક્ત આવે છે. અને મચ્છરોનો ઉપદ્રવ છે માટે તેમણે વિરોધ દર્શાવીને આ રીતે ફૉર્મ ભર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images



