એ ભારતીય મહિલા, જેમની જેલમુક્તિ માટે અમેરિકામાં લોકો રસ્તા પર ઊતર્યા

એ ભારતીય મહિલા, જેમની જેલમુક્તિ માટે અમેરિકામાં લોકો રસ્તા પર ઊતર્યા

અમેરિકાના કૅલિફોર્નિયામાં ભારતીય મૂળના સેંકડો શીખ રસ્તા ઉપર ઊતર્યા હતા. તેમની માગ છે કે 73 વર્ષીય હરજિતકોરને છોડી મૂકવામાં આવે અને તેમને વતન જવા દેવામાં આવે.

આઠમી સપ્ટેમ્બરના રોજ હરજિતકોરને રૂટિન ચેકિંગ દરમિયાન પકડી લેવાયાં હતાં અને જેલમાં મોકલી દેવાયાં હતાં.

હરજિત લગભગ 30 વર્ષ પહેલાં પંજાબથી અમેરિકા ગયાં હતાં અને ત્યાં રહેતાં હતાં.

અમેરિકાના ઇમિગ્રેશન વિભાગનું કહેવું છે કે તે માત્ર પોતાનું કામ કરી રહ્યો છે અને એજન્સીએ માત્ર કાયદેસરની કાર્યવાહી કરી છે.

શું છે હરજિતકોરનો કિસ્સો અને શા માટે પરિવારજનો અને શીખ સમુદાય તેમને છોડી મૂકવાની માગ કરી રહ્યો છે, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન