રાજકોટ : આજી ડૅમમાં ચાર લોકો ડૂબ્યા

વીડિયો કૅપ્શન, આજી ડૅમમાં ચાર લોકો ડૂબ્યા
રાજકોટ : આજી ડૅમમાં ચાર લોકો ડૂબ્યા

રાજકોટના આજી ડેમના કાંઠા પર આવેલા મંદિરે દર્શન કરવા ગયેલા ચાર લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે.

શનિવારે 2 મેએ બનેલી આ ઘટનામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

જ્યારે એક વ્યકિતની રવિવારે સવાર સુધી પણ શોધખોળ ચાલી રહી હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના સભ્ય મયૂરભાઈ પણ તેમની સાથે દર્શન માટે ગયા હતા, તેમણે અકસ્માતની વિગતો કહી.

રાજકોટ, આજી ડેમ, ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન