સુરત : 127 લોકોએ 5 દિવસમાં 11 હજાર ઘારી બનાવવાનો રેકૉર્ડ કર્યો
સુરત : 127 લોકોએ 5 દિવસમાં 11 હજાર ઘારી બનાવવાનો રેકૉર્ડ કર્યો
સુરતી જમણમાં ઘારીનું અનેરું મહત્ત્વ રહેલું છે. અગાઉ માત્ર ચંદી પડવા નિમિતે વિશેષરૂપે ખવાતી ઘારીની હવે બારેમાસ માગ રહે છે.
ન કેવળ ભારતમાં, પરંતુ વિદેશમાં પણ તેની માગ રહે છે અને સ્થાનિક ઉત્પાદકો દ્વારા તેની નિકાસ કરવામાં આવે છે.
સમયની સાથે-સાથે ઘારીના ફ્લૅવરમાં પણ ફેર આવ્યો છે. પહેલાં માત્ર ત્રણ સ્વાદમાં મળતી ઘારી નવીન ફ્લૅવરોમાં પણ મળવા લાગી છે, જેથી કરીને સૌ કોઈને આકર્ષી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



