Mini Moon : ધરતીને મળનારો બીજો ચંદ્ર કેવો હશે, ક્યારથી જોવા મળશે?

Mini Moon : ધરતીને મળનારો બીજો ચંદ્ર કેવો હશે, ક્યારથી જોવા મળશે?

ટૂંક સમયમાં આકાશમાં એક કોસ્મિક આશ્ચર્ય જોવા મળશે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીને ટૂંક સમયમાં 'સેકન્ડ મૂન' એટલે કે બીજો ચંદ્ર મળવા જઈ રહ્યો છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક લઘુગ્રહને પોતાની તરફ ખેંચશે અને તે થોડા દિવસો માટે 'મિની મૂન' બની જશે. આ મહેમાન 29મી સપ્ટેમ્બરથી જોઈ શકાશે અને થોડા મહિનાઓ સુધી તે આકાશમાં જોઈ શકાશે. આ પછી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર થઈ જશે. આ બીજો ચંદ્ર ઘણો નાનો અને ઓછો તેજસ્વી છે, તેથી તેને જોવા માટે પ્રોફેશનલ ટેલિસ્કોપની જરૂર પડી શકે છે. તે લગભગ 32 ફૂટ અથવા દસ મીટર લાંબો છે, જે પૃથ્વીના ચંદ્ર કરતાં ઘણો નાનો છે, તેનો વ્યાસ 3,474 કિલોમીટર છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.