જૂનાગઢના ખાસ જાંબુ, જેની ખેડૂતોએ વાડીઓ શરૂ કરી

વીડિયો કૅપ્શન, Junagadh ના આ જાંબુ કેમ ખાસ છે જેનાથી કમાણી કરવા ખેડૂતોએ વાડીઓ શરૂ કરી?
જૂનાગઢના ખાસ જાંબુ, જેની ખેડૂતોએ વાડીઓ શરૂ કરી

ચોમાસાની ઋતુમાં જાંબુ તો તમે ખાધાં જ હશે. પણ શું તમે જાણો છો દેશભરમાં જે શ્રેષ્ઠ ક્વૉલિટીનાં જાંબુ વેચાઈ રહ્યાં છે તેમાંથી મોટાં ભાગનાં જાંબુ ગુજરાતનાં જ હોય છે.

અને એ પણ જૂનાગઢ અને વંથલીની આસપાસનાં.

કૃષિ વૈજ્ઞાનિકોનો દાવો છે કે અહીં જે ક્વૉલિટીનાં જાંબુ પાકે છે તે દેશમાં ખૂબ ઓછી જગ્યાએ હોય છે.

આ અંગે સંશોધન કરાયું છે અને સારું ફળ આપતાં વૃક્ષોની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ નોંધ પણ કરી છે.

અત્યાર સુધી ખેડૂતો ખેતરનાં શેઢે જાંબુનાં વૃક્ષો વાવી દેતા હતા. પણ તેની કોઈ વાડી નહોતું કરતું. પણ હવે જ્યારે જાંબુની માગ વધી છે તો ખેડૂતોએ જાંબુના બગીચા બનાવવાના શરૂ કરી દીધા છે.

જાંબુ

ઇમેજ સ્રોત, Getty Images