ગુજરાતના પાડોશી રાજ્યમાં વર્ષોથી ગોંધી રાખવામાં આવેલા નિરાધાર લોકોને કેવી રીતે છોડાવાયા?
મહારાષ્ટ્ર પોલીસ જ્યારે રહસ્યમય રીતે મળેલા મૃતદેહોની તપાસ કરતી હતી ત્યારે તેમને એક ચોંકાવનારી માહિતી મળી.
અચાનક પોલીસે 18 ડિસેમ્બરે દરોડા પાડ્યા ત્યારે આ રહસ્ય બહાર આવ્યું અને ખબર પડી કે 21 જેટલા લોકોને અહીં દસથી પંદર વર્ષથી ગોંધી રાખવામાં આવ્યા હતા.
આ કાળજુ કંપાવનારી ઘટના છે મહારાષ્ટ્રના અહેમદનગરના શ્રીંગોન્ડા તાલુકાના બેલવાન્ડી વિસ્તારની.
ગોંધી રખાયેલા આ લોકો પાસે બળજબરીથી કાળી મજૂરી કરાવાતી હતી. આ બધાને પશુઓને ચરાવવાનું તથા તેમને સાચવવાનું કામ કરવાનું હતું.
તો કેટલાકને શારીરિક રીતે અપંગ હોવા છતાં તેમના પૈકી કેટલાંકનેે ભીખ માગવાની ફરજ પાડવામાં આવતી હતી. તેમને નશીલા પદાર્થ જેવા કે અફિણ આપવામાં આવતું હોવાનું પણ માલુમ પડ્યું.
છત્તીસગઢના કિશોર એવા કરણની સાથે પણ આવું જ કંઇક બન્યું. તેમને હૈદરાબાદ રેલવે સ્ટેશનથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. પછી તેમને પિલાજી ભોંકલેના ગુલામ બનાવી દેવામાં આવ્યા અને તેમનું શોષણ કરવામાં આવ્યું.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો - 'ઘા પર મરચું ચોપડ્યું, ભીખ મગાવી અને જીભ કાપી નાખી', કેવી રીતે નિરાધારોને ગુલામ બનાવતી ટોળકીથી છોડાવાયા?






