કપરી પરિસ્થિતિનો સામનો કરીને પોતાના હક મેળવનાર ટ્રાન્સવુમનની કહાણી
કપરી પરિસ્થિતિનો સામનો કરીને પોતાના હક મેળવનાર ટ્રાન્સવુમનની કહાણી
ટ્રાન્સજેન્ડર વૃષાલી દિશા શેખ ઉચ્ચ શિક્ષિત છે.
વનસ્પતિશાસ્ત્રમાં સ્નાતક થયાં હોવા છતાં ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખે તેમની આગળની કારકિર્દી રોળી નાખી હતી.
છતાં હિંમત હાર્યા વિના વૃષાલીએ અભ્યાસ કર્યો અને પોતાના હકની લડાઈ લડ્યાં.
તેઓ ટ્રાન્સજેન્ડર છે અને એ પણ અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. આ કારણે તેમણે બે મોરચે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.
તેઓ પોતાના સંઘર્ષને યાદ કરતાં કહે છે કે, "જેન્ડર અને જાતિ એમ બંને બાજુની ઉપેક્ષાએ મારા જેવાં અનેક ટ્રાન્સજેન્ડર માટે શિક્ષણ સપના જેવું બનાવી દીધું. જોકે, આવી બધી બાધાઓની વચ્ચે હું શિક્ષણ માટે સતત લડતી રહી."
જુઓ, પોતાના હક માટે હિમતભેર સંઘર્ષ કરનાર વૃષાલીની કહાણી, માત્ર બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



