દાના વાવાઝોડાને લીધે અનેક જિલ્લામાં ભારે વરસાદ, ગુજરાતમાં કોઈ અસર થશે?
દાના વાવાઝોડાને કારણે ઓડિશામાં ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, ભારતના હવામાન વિભાગે (આઈએમડી) આશંકા વ્યક્ત કરી છે કે સતત ભારે વરસાદને કારણે ઓડિશાના 16 જિલ્લામાં અચાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
રાજ્યના મુખ્ય મંત્રી મોહન માંઝીએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને પૂરથી ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે.
આ પહેલાં ગુરુવારે રાત્રે દાનાએ ઓડિશા ઉપર લૅન્ડફૉલ કર્યું હતું. જેની અસર ભદ્રક, કેન્દ્રપાડા અને બાલાસિનોર જિલ્લામાં જોવા મળી હતી.
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, પશ્ચિમ બંગાળ પણ હાઈ ઍલર્ટ પર છે. રાજ્યના અનેક તટીય વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે.
શું આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



