હરદીપસિંહ નિજ્જરના ગામમાં હાલ શું છે પરિસ્થિતિ?

હરદીપસિંહ નિજ્જરના ગામમાં હાલ શું છે પરિસ્થિતિ?

ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કૅનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. પરંતુ આ વચ્ચે પંજાબના જાલંઘરના ભારસિંઘપૂરા ગામમાં કર્ફ્યુ જેવો માહોલ છે.

ભારસિંઘપૂરા ગામના પંચ ગુરમુખસિંહે જણાવ્યુ કે જ્યારે હરદીપસિંહ નિજ્જર આ ગામમાં રહેતા હતા ત્યારે તેમના કામની કોઈને કશી જાણકારી નહોતી. નિજ્જરના વિદેશ જવામાં અને અલગાવવાદી ગતિવિધિમાં સામેલ થવાને લઈને તેમને કોઈ પણ જાણકારી હોવાની ના પાડી છે.

ગામના લોકો નિજ્જરના મામલામાં વાત કરવા રાજી નથી. નિજ્જર શીખો માટેના અલગ દેશ ખાલીસ્તાનના પ્રખર સમર્થક રહ્યા છે. આ વર્ષે 18 જૂનના કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા ગુરુદ્વારાની બહાર હરદીરસિંહ નિજ્જરની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી હતી.

કૅનેડાના વડા પ્રધાને નિજ્જરની હત્યા મામલે ભારત પર કેટલાક આરોપ મૂક્યા છે. તો ભારત સરકાર આ આરોપોને નકાર્યા છે.

હરદીપસિંહ નિજ્જરનું ગામ

ઇમેજ સ્રોત, PRADIP SHARMA/BBC

બીબીસી
બીબીસી