ભાવનગર: 50 હજારની બચતથી મધમાખી ઉછેરીને કમાણી કરતા ખેડૂત

ભાવનગર: 50 હજારની બચતથી મધમાખી ઉછેરીને કમાણી કરતા ખેડૂત

ભાવનગરના કોટડા ગામના ખેડૂત જગદીશભાઈ ભીલે સામાન્ય ખેતીથી તદ્દન અલગ મધમાખી ઉછેર કરવાનું સાહસ કર્યું અને આજે તેમાં મોટી સફળતા હાંસલ કરી છે.

માત્ર પચાસ હજારની બચતથી તેમણે શરૂઆત કરી હતી અને આજે તેઓ વર્ષે નહીં પરંતુ મહિને ત્રીસ લાખ રૂપાયાના મધનું વેચાણ કરે છે.

જગદીશભાઈ અલગ-અલગ પ્રજાતિની મધમાખીઓનો ઉછેર કરે છે.

મધ સિવાય પણ અન્ય કેટલીક પ્રોડક્ટસ તેઓ મેળવી રહ્યા છે.

જોકે, મધમાખી ઉછેરમાં સફળતા મેળવવી સહેલી નથી. તેમાં આકરી મહેનતની જરૂર હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.