ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ કૅનેડામાં પ્રોફેશનલ ટ્રક ડ્રાઇવર બનનાર મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, Canada : આ ભારતીય મહિલાએ કૅનેડામાં ટ્રક ચલાવવાની શરૂઆત કેવી રીતે કરી?
ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ કૅનેડામાં પ્રોફેશનલ ટ્રક ડ્રાઇવર બનનાર મહિલાની કહાણી

સમયના પરિવર્તન સાથે મહિલાઓ પણ પુરુષપ્રધાન ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે અને પોતાની કરિયરને નવો આકાર આપી રહી છે.

જોકે ઘણાં રોજગાર ક્ષેત્રો પુરુષ સમાજ સાથે અભિન્ન રીતે જોડાયેલાં હોવાથી એ ક્ષેત્રમાં કોઈ મહિલા જોડાતી નથી. જેમ કે ટ્રક ડ્રાઇવિંગ.

મહિલાને કાર ચલાવતી કે સ્કૂટી ચલાવતી આપણે સૌએ જોઈ છે, પણ એક પ્રોફેશનલ મહિલા ટ્રક ડ્રાઇવર આજે પણ લોકોમાં નવાઈ પમાડે છે.

આજે એક એવી મહિલાની વાત કરવી છે કે જેઓ કૅનેડામાં ટ્રક ચલાવીને કમાણી કરે છે.

વાત છે પંજાબનાં નીતિકા બંસલની કે જેઓ કૅનેડામાં પ્રોફેશનલ ડ્રાઇવર તરીકે કામ કરે છે. કૅનેડામાં ટ્રક ડ્રાઇવ કરવી એ સૌથી અઘરું કામ છે, પણ નીતિકા બંસલે આ અઘરા કામને કરિયર તરીકે અપનાવીને એક નોખો ચીલો ચાતર્યો છે.

ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ નીતિકા બંસલ એક ટ્રક ડ્રાઇવર કેવી રીતે બની ગયાં?

નીતિકા બંસલની આખી સફર જાણવા માટે જુઓ આ વીડિયો...

નીતિકા બંસલ
ઇમેજ કૅપ્શન, નીતિકા બંસલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન