જિજ્ઞેશ મેવાણીની જેમ અનંત પટેલે પણ 'પોલીસના પટ્ટા ઉતારવા'નું નિવેદન કેમ આપ્યું?

વીડિયો કૅપ્શન, Anant Patel Interview : અનંત પટેલને ભાજપમાં જોડાવવા શું 'ઑફર' અપાઈ હતી?
જિજ્ઞેશ મેવાણીની જેમ અનંત પટેલે પણ 'પોલીસના પટ્ટા ઉતારવા'નું નિવેદન કેમ આપ્યું?
અનંત પટેલ, બીબીસી ગુજરાતી, કૉંગ્રે, જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, FB/ANANT PATEL/ANI

કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સ્ટેશન બહાર 'પટ્ટા ઉતારવા'ના આપેલા નિવેદન બાદ રાજ્યમાં રાજનીતિ ગર્માઈ હતી. નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણીના નિવેદન સામે નામ લીધા વગર જવાબ આપ્યો હતો ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ મેવાણીના વિરોધમાં કેટલાક પોલીસકર્મીઓએ પણ દેખાવો કર્યા હતા.

જિજ્ઞેશ મેવાણી જેવું જ નિવેદન કૉંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આપ્યું હતું.

બીબીસી સાથેની વાતમાં તેમને જ્યારે પુછાયું કે તમે આ નિવેદન કેમ આપ્યું હતું તો તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે 'અમે માત્ર ભ્રષ્ટાચાર કરતા પોલીસ અધિકારીઓ માટે કહ્યું હતું બધાને નથી કહ્યું.'

અનંત પટેલ આદિવાસી સમુદાયમાંથી આવે છે. જિજ્ઞેશ મેવાણીની જેમ તેમનું પણ વિવિધ મુદ્દાઓ પર પોલીસ સાથે અનેકવાર ઘર્ષણ થયેલું છે. તેઓ પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.

આ અંગે ગુજરાત સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છે કે 'તાપી-પાર-નર્મદા રીવર લિંક યોજના અંગે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલા એમઓયુ રદ કરવા ગુજરાત સરકારે ભારત સરકારને પત્ર લખેલો છે.'

સરકારનો જવાબ છતાં તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ શા માટે કરી રહ્યા છે? આ મુદ્દે પણ બીબીસીએ તેમને સવાલ પૂછ્યો હતો.

ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે અનંત પટેલે તેમનું સમર્થન કર્યું હતું. તેમના મતવિસ્તારમાં ગયા હતા. અને લોકો સાથે મુલાકાત પણ કરી હતી. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડૂત સહિતના મુદ્દે સામસામે રહેતા હોય છે. સમયાંતરે બન્ને પક્ષના નેતાઓ એકબીજા સામે નિવેદનો પણ આપતા રહે છે. છતાં અનંત પટેલે તેમનું સમર્થન કેમ કર્યું તે અંગે પણ બીબીસીએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો.

આ સિવાય તેમણે દાવો કર્યો કે 2019ની લોકસભાની ચૂંટણી સમયે તેમને ભાજપમાં જોડાવવાની ઑફર આપવામાં આવી હતી. તે સમયે તેમને શું ઑફર અપાઈ હતી?

જુઓ વીડિયો