પાકિસ્તાનમાં ચૂંટણીમેદાનમાં ઊતરેલાં પ્રથમ હિંદુ મહિલા કેવી રીતે સમર્થન મેળવી રહ્યાં છે?

પાકિસ્તાનમાં ચૂંટણીમેદાનમાં ઊતરેલાં પ્રથમ હિંદુ મહિલા કેવી રીતે સમર્થન મેળવી રહ્યાં છે?

ડૉ.સવીરા પ્રકાશ નામની આ મહિલા પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતની બુનેરની બેઠક પરથી ચૂંટણી લડનાર પ્રથમ હિંદુ મહિલા છે.

બુનેર પશ્તુન બહુમતી ધરાવતું શહેર છે અને ભાગલા પહેલાં સ્વાત રજવાડાનો ભાગ હતું. આ વિસ્તાર તેમના કહેવા પ્રમાણે હજુ ઘણો પછાત છે અને મહિલાઓને ઘરથી બહાર નીકળવા પર પણ ઘણી જગ્યાએ પ્રતિબંધ છે.

તેઓ વ્યવસાયે ડૉક્ટર છે અને તેમના કહેવા પ્રમાણે તેમના પિતા પાસેથી પ્રેરણા મેળવીને લોકોની સેવા માટે જ તેમણે આ નિર્ણય લીધો હતો.

દેશમાં બેરોજગારી અને ગરીબીના મુદ્દે તેઓ કામ કરવા માંગે છે અને રાજકારણમાં બેનઝીર ભુટ્ટો તેમનાં આદર્શ છે.

વધુ જુઓ આ વીડિયો અહેવાલમાં, માત્ર બીબીસી ગુજરાતી સાથે.