ઑસ્ટ્રેલિયામાં રહેતાં આ દંપતીને 57 વર્ષે તેમનાં લગ્નનો વીડિયો મળ્યો ત્યારે કેવી લાગણી થઈ?

વીડિયો કૅપ્શન,
ઑસ્ટ્રેલિયામાં રહેતાં આ દંપતીને 57 વર્ષે તેમનાં લગ્નનો વીડિયો મળ્યો ત્યારે કેવી લાગણી થઈ?

ઑસ્ટ્રેલિયામાં એક દંપતીને તેમનાં લગ્નનાં ખોવાઈ ગયેલાં ફૂટેજ (વીડિયો) 57 વર્ષ પછી અચાનક જ મળી આવ્યાં છે.

આઈલીન અને બિલ ટર્નબુલનાં લગ્ન 1967માં ઉત્તરપૂર્વ સ્કૉટલૅન્ડના એબરડીનમાં થયાં હતાં, અને પછીથી તેઓ સ્થળાંતર સમયે તેને ભૂલી ગયા હતા.

એબરડીનમાં એક માણસને આ ફૂટેજ મળી આવ્યાં હતાં. તેમણે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી, બ્રિસ્બેનમાં આ દંપતીએ પોતાની તસવીરોને ઓળખી લીધી હતી.

પોતાનાં લગ્નની ફૂટેજ જોઈને દંપતીએ અનોખી રીતે તેમણી લાગણી પ્રકટ કરી હતી. જુઓ વીડિયો અહેવાલ...

આઈલીન અને બિલ ટર્નબુલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.