બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમ ગુજરાત પર આવશે?
બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમ ગુજરાત પર આવશે?
ગુજરાતમાં ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની 20 તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે. અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લૉ-પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતનાં અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ ક્યાં ફંટાશે? ફરીથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે? જુઓ વીડિયો
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



