2002 ગુજરાત રમખાણો: 22 વર્ષ બાદ આ મહિલાઓ જ્યારે પોતાનાં ઘરે પરત ફર્યાં

2002 ગુજરાત રમખાણો: 22 વર્ષ બાદ આ મહિલાઓ જ્યારે પોતાનાં ઘરે પરત ફર્યાં

2002નાં ગુજરાતનાં રમખાણોનો ભોગ બનેલા અનેક પરિવારો 2002માં તેઓ જ્યાં રહેતા હતા ત્યાંથી વિસ્થાપિત થઈ ગયા છે.

રમખાણોમાં અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા થઈ ગયા તો કેટલાકની હત્યા થઈ ગઈ.

અનેક લોકોનાં ઘરો સળગાવી દેવામાં આવ્યાં, પરંતુ જે લોકોનાં ઘરો બચી ગયાં તેમને પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી.

બીબીસીના આ વિશેષ અહેવાલમાં જુઓ કે જ્યારે રમખાણોનો ભોગ બનેલાં મહિલાઓ જ્યારે પોતાનાં જૂનાં ઘરમાં પહોંચે છે ત્યારે તેમને કેવો અનુભવ થયો?

2002 પહેલાંની તેમની પરિસ્થિતિને યાદ કરીને તેઓ ભાવુક થઈ જાય છે.

જુઓ વિસ્થાપિત થઈ ગયેલા પરિવારોની આ 'હ્રદયદ્રાવક કહાણી...'