સુનિલ ગાવસ્કર મિત્રને આપેલો વાયદો પૂરો કરવા નવસારી પહોંચ્યા, શું હતો વાયદો?
સુનિલ ગાવસ્કર મિત્રને આપેલો વાયદો પૂરો કરવા નવસારી પહોંચ્યા, શું હતો વાયદો?
એક સમયે વિશ્વભરમા ક્રિકેટ ચાહકોના પ્રિય ખિલાડી રહી ચૂકેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ફરી એકવાર દર્શકોનાં મન મોહી લીધાં છે.
પોતાના પ્રિય મિત્રને કરેલો વાયદો પૂરો કરવા માટે ગુજરાત આવી પહોંચેલા સુનિલ ગાવસ્કરે નવસારીના નાનકડા એવા સીમલક ગામની મુલાકાત લીધી હતી.
સુનીલ ગાવસ્કર ગામમાં આવ્યા હોવાની જાણ થતાં જ ગામના આગેવાનોએ એક સન્માન સમારોહ યોજી તેમને ઉત્સાહ સાથે સન્માનિત કર્યા હતા. મિત્રને ત્યાં એક રાત રોકાઈ બીજા દિવસે સુનિલ ગાવસ્કરે ગુજરાતી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો અને ત્યારબાદ તેઓ મુંબઈ માટે રવાના થયા હતા. એ પૂર્વે તેમના ક્રિકેટ ચાહકોને નાની મુલાકાત પણ આપી હતી.
પરંતુ તેઓ ક્યો વાયદો પૂરો કરવા નવસારી આવ્યા હતા? વધુ જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Rupesh Sonwane



