નિવૃત્ત થવાની ઉંમરે 60 વર્ષનાં દાદી કરાટે કેમ શીખ્યાં?

નિવૃત્ત થવાની ઉંમરે 60 વર્ષનાં દાદી કરાટે કેમ શીખ્યાં?

હરિયાણાના ગુરૂગ્રામમાં રહેતા એક દાદી અને પૌત્રીની જોડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.

60 વર્ષના ગીતા ગોદરા અને તેમની 13 વર્ષની પૌત્રી આશકા ગોદરાએ 30 એપ્રિલે દુબઈમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશીપમાં સિલ્વર ટ્રોફી અને ગોલ્ડ મેડલ જીત્યા.

તેમણે ઓછા સમયમાં જ કરાટે શીખી લઈ ખેલમાં ના માત્ર ઉંમરના સીમાડાને તોડી દીધા પણ પોતાના નાનપણના સપનાંને પણ સાકાર કર્યું.

ગીતા તેમના પૌત્રીને લઈને એકેડમી જતા હતા. તેમની પૌત્રીને કરાટે શીખતા જોઈ તેમને પણ તે શીખવાનું મન થયું.

કરાટે બીબીસી ગુજરાતી
રેડ લાઈન
રેડ લાઈન