'ટિમલી' વધારે ગમે કે 'દોઢિયું', રાજકોટની નવરાત્રિના રંગ જુઓ

વીડિયો કૅપ્શન, રાજકોટ: ‘મંડલી’ સ્ટેપ્સ બહુ અધરો છે, રાજકોટના ખૈલયાઓને ‘ટિમલી’ વધારે ગમે કે ‘દોઢિયું’?
'ટિમલી' વધારે ગમે કે 'દોઢિયું', રાજકોટની નવરાત્રિના રંગ જુઓ

આમ તો નવરાત્રિ નવ દિવસ ચાલતી હોય છે અને શરદ પૂનમ સુધી ગરબાના કાર્યક્રમો આયોજિત થતા હોય છે.

આમ છતાં તેના માટેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જતી હોય છે અને ખેલૈયાઓમાં તેનો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે.

દર વર્ષે કંઈક અલગ કરવાના ઉત્સાહ સાથે ખેલૈયા અલગ-અલગ પ્રકારનાં સ્ટેપ્સ શીખતા હોય છે.

ત્યારે રાજકોટના ખેલૈયાઓએ આ વર્ષે કેવી તૈયારી કરી છે અને તેમની વચ્ચે કયા પ્રકારના રાસ લોકપ્રિય છે અને શેમાં તેમને મુશ્કેલી પડે છે, તેમની પાસેથી જાણીએ.

રાજકોટ, દાંડિયા રાસ ગરબી નવરાત્રિ સ્ટાઇલ સ્ટેપ્સ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન