મરણપ્રસંગે આ રાજ્યમાં છોકરીઓ પાસે ડાન્સ કેમ કરાવાય છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
મરણપ્રસંગે આ રાજ્યમાં છોકરીઓ પાસે ડાન્સ કેમ કરાવાય છે?

મૃત્યુ જેવા શોકમાં બાઈજીનો ડાન્સ, આ વાત અનેક લોકોને ચોંકાવનારું લાગી શકે છે. પરંતુ બિહારના અંતરિયાળ વિસ્તારોમાં આ નવો ટ્રૅન્ડ બનીને ઊભરી રહ્યું છે.

કોઈ મોટી ઉંમરની વ્યક્તિઓના મૃત્યુના પ્રસંગે શબયાત્રાને બૅન્ડવાજા સાથે વગાડવાની પરંપરા પહેલેથી પણ રહી છે. પરંતુ ડાન્સ કરાવવાનું ચલણ તેની સરખામણીમાં નવું છે.

કોમલ કહે છે, "મૃત્યુ થયું હોય કે લગ્ન તેમાં નાચવાની રીત તો સમાન જ છે. જો વચ્ચે કમિશન લેવાવાળો ન હોય તો એક રાત નાચવાના છ હજાર રૂપિયા સુધી મળી જાય છે. રાત્રે આઠથી નવની વચ્ચે નાચવાનું શરૂ થાય છે અને સવારે ચાર-પાંચ વાગ્યા સુધી ચાલે છે."

"પહેલાં હિન્દીનાં ગીતો શરૂ થાય છે અને બાર વાગ્યા સુધીમાં ભોજપુરી ગીતો પણ શરૂ થઈ જાય છે."

અનેક વાર લોકો પોતાના સંબંધીઓ અને પરિવારજનોના દબાણ હેઠળ પણ આ ડાન્સરોને બોલાવી લે છે.

વધુ જુઓ વીડિયોમાં...

મૃત્યુ જેવા શોકમાં બાઈજીનો ડાન્સ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.