એ ગામ જ્યાં ઘરેઘરે મહિલાનાં નામે નેમપ્લેટ લાગેલી છે

વીડિયો કૅપ્શન, આ ગામમાં ઘર બહાર નેમપ્લેટમાં મહિલાઓનું નામ કેમ હોય છે?
એ ગામ જ્યાં ઘરેઘરે મહિલાનાં નામે નેમપ્લેટ લાગેલી છે

આ હરિયાણાના અંબાલા જિલ્લાનું ખેરા ગની ગામ છે, જ્યાં હવે ઘરો પુરુષોના નામથી નહીં, પરંતુ ગામની છોકરીઓ અથવા મહિલાઓના નામથી ઓળખાય છે.

ખાસ કરીને જે છોકરીઓ અથવા મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય.

થોડા મહિના પહેલાં ગ્રામપંચાયતે ઘરની બહાર છોકરીઓના નામવાળી નેમપ્લેટ લગાવવાનો નિર્ણય લીધો હતો, પછી 30 મહિલાઓનાં નામની નેમપ્લેટો ઘર બહાર લગાવાઈ છે.

ઘણાં ઘરો એવાં પણ છે જ્યાં બે કે તેથી વધુ મહિલાનાં નામ નેમપ્લેટ પર જોઈ શકાય છે. આમાંથી એક ઘર તમન્નાનું છે, જેમણે બીકૉમ કર્યું છે અને તેમની માતા આશા રાનીનું છે, જેમણે એમએ હિન્દી કર્યું છે.

લગ્ન પછી ઘણાં વર્ષો પહેલાં ગામમાં આવેલી રૂબલદેવી હવે ગ્રામપંચાયત સભ્ય છે. રૂબલદેવીએ લગ્ન પછી બીએ અને બીએડ કર્યું છે. હવે, તેમના ઘરની બહાર તેમના નામની તકતી લગાવાઈ છે.

ગામના સરપંચ કહે છે કે તેમણે એક સર્વેમાં જોયું કે ગામની ઘણી મહિલાઓ શિક્ષિત છે અને તેમનાં નામની નેમપ્લેટ મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.

જુઓ વીડિયો અહેવાલ.

બીબીસી ગુજરાતી, હરિયાણા, શિક્ષણ, મહિલા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન