એવો ટાપુ જ્યાં માણસો કરતાં ઘેટાં વધુ છે, ત્રણ લોકોની વસ્તીવાળો આ વિસ્તાર કેમ ખાસ છે?

ઇમેજ સ્રોત, Amanda Ruggeri
માણસોથી વધુ ઘેટાંની સંખ્યા ધરાવતા ગ્વાનેડનો લીન દ્વીપકલ્પ ટાપુ ત્યાં આવીને વસવા અને કામ કરવા પ્રકૃતિપ્રેમીઓને આમંત્રી રહ્યો છે.
બાર્ડ્સે તરીકે ઓળખાતો અનીસ એન્સી ટાપુ ઝડપી હવાઓ, સમુદ્રનાં ટીપાંથી પલળેલો, અને મુખ્ય પ્રવાહના વિશ્વથી દૂર છે. આખા વર્ષમાં આ ટાપુ પર માત્ર ત્રણ લોકોની જ વસતી રહે છે.
2023માં આ ટાપુ યુરોપનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ડાર્ક સ્કાય અભયારણ્ય પણ બન્યું. એનો અર્થ થાય છે કે આ ટાપુ પરનો રાત્રિનો અપ્રદૂષિત આકાશી નજારો વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે સંરક્ષિત છે.
હવે, 20 વર્ષમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે આ ટાપુનું સંચાલન કરતું ટ્રસ્ટ સાહસી પરિવારો કે યુગલોને અહીં અને "સમગ્ર જીવનની તક" માટે આમંત્રિત કરી રહ્યું છે.

બાર્ડ્સે આઇલૅન્ડ ટ્રસ્ટ ત્યાં આવવા ઇચ્છુક તમામને આમંત્રિત કરી રહ્યું છે, સફળ અરજદારો ટાપુ પર સપ્ટેમ્બર, 2026માં વસવાટ માટે જઈ શકશે.
આ પૈકીના સફળ રહેવાસી પર ત્યાંનાં 200 ઘેટાં અને 25 વેલ્સ બ્લૅક પશુને સાચવવાની જવાબદારી હશે. આ કામ તેમણે એબરડેરનથી ત્યાં આવીને વસેલા ચાલુ ભાડૂત અને ખેડૂત ગેરેથ રૉબર્ટ્સ સાથે મળીને કરવાનું રહેશે.
ટ્રસ્ટનાં ચીફ ઑફિસર સીઆન સ્ટેસીએ રૉબર્ટ્સ નવા આવેલા લોકોના માર્ગદર્શક રહેશે એવું કહેતા ઉમેર્યું કે, "ગેરેથ અને તેમનો પરિવાર ત્યાં 2007થી રહે છે, અને એ ટાપુને, ત્યાં રહેવાના પડકારો અને લાભોને નિકટથી જાણે છે."
440 એકર (0.69 ચોરસ માઈલ)માં ફેલાયેલો આ ટાપુ એક નૅશનલ નેચર રિઝર્વ અને સાઇટ ઑફ સ્પેશિયલ સાયન્ટિફિક ઇન્ટરેસ્ટ (એસએસએસઆઇ) છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ટરનૅશનલ ડાર્ક સ્કાય અભયારણ્યનું પ્રમાણપત્ર મળ્યા બાદ આ ટાપુ સમગ્ર વિશ્વમાં આવી અન્ય 16 જગ્યાઓની યાદીમાં સામેલ થઈ ગયો, આ તમામ સ્થળો વિશ્વનામ સૌથી દુર્ગમ અને ડાર્ક સ્થળો તરીકે માન્યતા ધરાવે છે.
અહીં ઋતુ પ્રમાણે કામચલાઉ ધોરણે વૉર્ડન જેવા અમુક જ રહેવાસીઓ રહેતા હોવા છતાં, સીઆન આને "એક જીવંત કૉમ્યુનિટી" ગણાવે છે.
તેઓ કહે છે કે, "હું પોતે ત્રણ વર્ષ સુધી ત્યાં રહી છું - એ રહેવા માટે એક અદ્ભુત સ્થળ છે."
બાર્ડ્સે આઇલૅન્ડ શાના માટે વિખ્યાત છે?

- અહીંનાં ઘરોમાં વાઇફાઇ કે વીજળીની સુવિધા હોતી નથી. પાણી પણ સીધું કૂવામાંથી જ આવે છે
- તેની લંબાઈ દોઢ માઇલ અને પહોળાઈ અડધો માઇલ છે
- "20,000 સંતોની વિશ્રામ ભૂમિ" એવો આ ટાપુ ઉત્તર મધ્ય યુગનો છે. એ સમયે એન્સી ખાતેની ત્રણ ધાર્મિક યાત્રાઓ આદ્યાત્મિક દૃષ્ટિએ રોમ જેટલી જ મહત્ત્વપૂર્ણ મનાતી
- ધાર્મિક યાત્રા, લૂંટારાં, માછીમાર અને ખેડૂતો ઈ.સ. પૂર્વ બીજી સદીથી આ ટાપુની મુલાકાત લેતા રહેતા
- 200 ઘેટાં વસવાટ કરે છે
- આ ટાપુના દક્ષિણ છેડે 1,821 લાઇટ હાઉસ હજુ પણ અડીખમ ઊભાં છે
- યુરોપનું પ્રથમ ડાર્ક સ્કાય અભયારણ્ય
- મેન્ક્સ શીઅરવૉટર નામનાં 60,000 પુખ્ત પક્ષીઓનું ઘર
મધ્ય યુગ દરમિયાન બ્રિટનનાં સૌથી પવિત્ર સ્થળો પૈકી એક મનાતા અનીસ એન્સીને 20,000 સંતોનો ટાપુ પણ કહેવામાં આવતો.
એવું પણ કહેવાય છે કે આખા વિશ્વમાંથી મુક્તિની આશાએ આવતા યાત્રાળુઓનું વિશ્રામસ્થળ હતું. 1990ના દાયકામાં થયેલા ખોદકામ દરમિયાન મધ્યયુગીન ઘણી કબરો મળી આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












