મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની જાતીય સતામણી વિશે શું બહાર આવ્યું?

વીડિયો કૅપ્શન,
મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની જાતીય સતામણી વિશે શું બહાર આવ્યું?

કેરળ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીવાળી હેમા કમિટીએ કહ્યું હતું કે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં “કાસ્ટિંગ કાઉચ”નાં મૂળ ખૂબ જ ઊંડાં છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ઉદ્યોગમાં અલગ-અલગ સ્તરે પ્રવેશ મેળવવા માટે “સમજૂતી” અને “ઍડજસ્ટમૅન્ટ” જેવા શબ્દોનો ઉપયોગ કોડવર્ડ તરીકે કરવામાં આવે છે.

આ બંને શબ્દોનો અર્થ છે કે મહિલાએ “સેક્સ ઑન ડિમાન્ડ” માટે તૈયાર રહેવું જોઈએ.

આ રિપોર્ટ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.

બીબીસીએ આ અંગે કેરળથી એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે.

વધુ જુઓ વીડિયોમાં...

હેમા કમિટી રિપોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.