રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 : મહિલાઓએ વિરોધની કેવી રણનીતિ ઘડી?
રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 : મહિલાઓએ વિરોધની કેવી રણનીતિ ઘડી?
પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે તેમનાથી નારાજ ક્ષત્રિય-રાજપૂત સમાજે તેમનો ખૂૂબ વિરોધ કર્યો હતો અને તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી.
જોકે, પરશોત્તમ રૂપાલાએ તેમનું ફૉર્મ ભર્યું હતું અને તે મંજૂર પણ થયું છે. આથી, હવે એ સ્પષ્ટ છે કે પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડશે. પરંતુ તેમનાથી નારાજ ચાલી રહેલા ક્ષત્રિય-રાજપૂત સમાજના લોકોએ હવે આંદોલનનો પાર્ટ-2 શરૂ કર્યો છે.
ક્ષત્રિય સમાજની મહિલાઓએ તાજેતરમાં રાજકોટમાં પ્રતીક ઉપવાસ કર્યા હતા જે અન્ય જિલ્લાઓમાં પણ થશે. ક્ષત્રિય-રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું છે કે તેઓ ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય તેવો પ્રયત્ન કરશે.
તેમણે આગળની રણનીતિ શું જાહેર કરી? વધુ જુઓ આ વીડિયોમાં...




