You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં બાળકોને બચાવવા સંઘર્ષ કરતી હૉસ્પિટલો, માતાઓની વ્યથા
અફઘાનિસ્તાનમાં બાળકોમાં કુપોષણની સમસ્યા વ્યાપક રીતે પ્રવર્તમાન છે. અતિશય ગરીબી દરરોજ વધુ અને વધુ બાળકોને બીમારીની ગર્તામાં ધકેલી રહી છે.
અફઘાનિસ્તાનનાં લગભગ 30 લાખ બાળકો કુપોષણથી પીડિત છે.
જલાલાબાદની મુખ્ય હૉસ્પિટલમાં છ મહિનામાં લગભગ સાતસોથી વધુ બાળકો મૃત્યુ પામ્યાં છે.
કોઈ બાળકનું મૃત્યુ થાય અને તબીબો તથા નર્સ તેમની ઔપચારિકતા પૂરી કરે તે પહેલાં જ બીજા બાળકને તેની પથારી આપી દેવી પડે છે, કારણ કે તેની સ્થિતિ પણ કપરી હોય છે.
પોષણના અભાવ અને સારવાર થઈ શકે એવી બીમારીઓને કારણે પણ બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
પોષણના અભાવે બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ પહોંચે છે.
ત્રણ વર્ષ દરમિયાન બીબીસીએ ડઝનેક આરોગ્ય સુવિધા ખાતે જઈને ત્યાં પ્રવર્તમાન સ્થિતિનું દસ્તાવેજીકરણ કર્યું. જુઓ આ અહેવાલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન